Wednesday, 5 October 2016

બના દો

मेरी ज़िन्दगी को फूलों सा महकता हुआ
कोई गुलशन तुम बना दो,
मेरे जिस्म के ज़र्रे ज़र्रे में
तुम अपनी साँसों की खुशबू मिला दो,
लेकर चिराग अपनी मोहब्बत का
गम के अंधेरों को आके मिटा दो,
बहुत रोये हैं हम चुप चुप के
मेरे लबों को मुस्कराना सीखा दो,
आँखें तरस रही एक मुद्दत से मेरी
आज तो इस चिलमन को उठा दो,
बनते बिगड़ते मतलबी रिश्तों के बीच
एक पाक रिश्ता मुझसे बना लो……!!!

કરું હુ જાતને નાની

સમાવા આંખમાં તારી
કરુ હું જાત ને  નાની
રચાવા પ્રેમની કયારી
કરુ હું જાત ને  નાની
રહેવા  આંખમાં તારી
કરુ હું જાત ને  નાની
સજાવા  મનની કયારી
કરુ હું જાત ને  નાની
ફળવા મનની  આશ ને
કરુ હું જાત ને  નાની
મને લાગે છે દીપાંજલી
ઇબાદત ની જરૂર છે તને
 સમાવા આંખમાં તારી
કરુ હું જાત ને  નાની
દીપાંજલી

પરીક્ષા

આંખમાં ઉંધ નથી ઝબકી ને  જાગુ
તારા વિશ્વ માં રાચુ બીજું નૈ માગું
પ્રાર્થના ઇશની એને પાય લાગું
મારી આસપાસ ભરમ એવો  ભાગું
કોણ સમજશે આ જીવન નું ત્રાગું
મૃત્યુ પરમ સત્ય ,હકીકત દરેક ને લાગું
મર્યાદા પુરૂષ રામને પાય લાગું
અગ્નિ પરીક્ષા પ્રીત ની લઇ લે
 દીપાંજલી શું કામ હું કયાં ભાગુ
દીપાબેન શિંપી

હો ય છે

શબ્દો શબ્દોનો સાર નોખો હોય છે
લાગણી નો ભાર કયાંનોખો હોય છે
દિલનો તાર નોખો હોય છે
દિલનો આકાર કયાં નોખો હોય છે
કહેવાનો પ્રકાર નોખો હોય છે
અર્થ કયાં એનો નોખો હોય છે
પાણી ના રુપો નોખા હોય છે
રંગ કયાં એનો નોખો હોય છે
હદયના ભાવ નોખા હોય છે
દીપાંજલી આંસુના સ્વાદ કયાં નોખા હોય છે
દીપાબેન શિંપી

લઉ

ચા તુ બનાવી દે, હું  પી લઉ
બે ધડી દઇ દે,  હું  જીવી લઉ
ડૂબી જવાની બીક છે કોને
કમર સમાં પાણી માં તરી લઉ
આવતીકાલ કોણે દીઠી છે?
આવ આજ જરા મળી લઉ
પાંખો નથી કે પંખી બની વિહરુ?
વિચારો ના ગગનમાં મુકત મને ઉડી લઉ
દીપાંજલી દુનિયા ને, સમજવી છે  મુશ્કેલ
આયખું ટુંકૂ  જરા સમજી લઉ .

azal to hu lakhu

Gazal to hu lakhu

Aaj umange rachati kavita
anera bhave sarjati kavita
Lakhu aaj hu vishv ne kaje
Bhale na koi ne gamti kavita
Aavi chhe holi ragati kavita
Man ne jodti sangathe kavita
Pachhim ma dubto suraj ne
Man ma ugati kavita
Aansu ni jem zarmar varasti kavita
Kokil kanthe tahukati kavita
Manmor bani tanganti kavita
Puja na pushap bani pujati kavita
Deep mara to haiye vasati ne hothe ramti kavita

Deepaben Shimpi

Here vinano

Tara vina no divas sharkho
Ane rat pan sarkhi
Tu hoi to mausam maza ni lage chhe
Shayam thi radha nayari lage chhe
Tara vina to gukul pan sunu
Ne suna gopi na geet
Tu hoi to lage jivvani rit
Tara vina aankho suni
Sapna suna
Tu hoi to thai jay arman pura
Tara vina kone kahu dil ni vedana
Dipanjali tara kaje to
Chhe ahi sanvedana

શરૂઆત કરી દે

એક એક પળ જીવવાની શરુઆત કરી દે
પ્રેમ આપવા -લેવાની રજૂઆત કરી દે
સુરત ની પરવા ન કર
વિચારો ની આપ -લે કરી દે
છોડી ને પરવા જગતની
ખુદની પહેલાં ઓળખાણ કરી લે
લોકો શું કહેશે? નથી જાણવું
હિંમતના ખુદમાં ભંડાર ભરી દે
દીપાંજલી

કરી દેશે

આભમાં આવી ને તારા સવાર કરી દેશે 

તારા ને મારા સૂર આકાશ ભરી દેશે

આવ મળીએ  દોસ્ત આજ આપણે 

નજરને    આપણી અમી ભરી દેશે

થતો કોલાહલ ભલે ને આસપાસ 

પંખી ઓ પણ  ટહુકો કરીદેશે


જીવન ની  આરપાર ફરતી ગઝલ 

મારા મનમાં અજવાસ કરી દેશે

વ્યાપ્યા અહીં દુ:ખ_ દર્દ  બધે

દીપાંજલી  અમૃત ની પ્યાલી ધરી  દેશે

દીપાંજલી 

પીવા દે

પીવા દે મને

પીવા દે
જામ મને
નજરથી નજરના
થવા દે દોસ્તીનો અંજામ
સરેઆમ થાય
વહેંચણી બેયની સરખી
પલ્લાં ત્રાજવે તોલ
ખાતર પાણીનો ખેલ
મળે સાથેને
ફૂટે જમીન તળથી
એમ ઉગે
એક છોડ પર ગુલાબ
વિશ્વાસના વાવેતર કરી
એક ખૂણે ખટકે
ભલે કાયમ રહીને
પણ થવા દે પીડા
જલવા દે દીપક
વાટમાં દીવેલ છે
ખમીર છે
જમીર છે
હીર છે
પીવા દે ધીર છે
નાજુક નમણાં
મલશે પલપલ શમણાં
બે તીર છે.....

દીપાંજલિ શિંપી

Nathi malto

પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે છે નાગ પણ શંકર નથી મળતો.
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
મળે દંભી કૈંક સંસારમાં
સાચો કોઇ ફકીર નથી મળતો
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
દેખાય ચંદ્રમા આકાશમાં
નરી આંખે એનો પડછાયો નથી મળતો
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
પૂજાય મૂર્તિ, માણસો, જોગીઓ
શું  ક્યાંય પણ ઇશ્વર નથી
 મળતો
પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો,
હસાવી દે, રડાવી દેખાય પળમાં
અહીં એવો માણસ નથી મળતો
દીપાંજલી  દર્દ ભર્યુ  જગતમાં
કરી દે દૂર સદાય એવું જાદુ નથી મળતો
Deepanjali

હાક લાગે

શબ્દો મારાધારદાર લાગે
લાગણી અસરદાર લાગે
શું આ જીવન તડકા છાયા નો ખેલ
ખિલાડી તિરદાંજ લાગે
શંતરંજની રમતમાં પાસા કેવાં પડે?
આ તો આવનારા સમયનો અંદાજ લાગે
તારા અભિમાનનો ચોલો   ઉતારી ફેંક
તારા અંતર નો અવાજ લાગે
મોહ-માયાથી અંજાઈ શું કામ?
દીપાંજલી  ઇશ્વરની આ હાક લાગે
દીપાબેન શિંપી

શાં કામનાં?

અંતર કાળા અને મુખડા ગોરા શા કામનાં?
મુખમાં રામ બગલમાં છુરી
 શા કામનાં?
આગળ સ્તુતિ પાછળ નિંદા
 શા કામનાં?
સ્વાર્થ ખાતર જીવન
 શા કામનાં?
પરસ્ત્રી પર નૈન
 શા કામનાં?
ધનના ઢગલા ને દાન નહિ
 શા કામનાં?
જૂઠનીતી જીભને ચોટી
સાચ ના દેખાતા
 શા કામનાં?
શરીર કાઠું ને આળસુ ના પીર
 શા કામનાં?
જીવન પશુસમ જીવે
નહિ લોકોનું  કલ્યાણ
 શા કામનાં?
દીપાંજલી અનેરી જગત ની રીત
જીવવાની   કેવી રીત મહોરા પહેરીને જીવવું
શા કામનાં?
દીપાબેન શિંપી

Shabdo

શબ્દો જ ગીત  શબ્દો જ સંગીત  શબ્દો જ વાદ શબ્દો   સંવાદ શબ્દો  જ મહિમા  શબ્દો  જ ગરિમા  શબ્દો  જ વેદના  શબ્દો  જ સંવેદના  શબ્દો  જ સૂર શબ્દો  જ નૂર  શબ્દો  જ લાગણી  શબ્દો  જ  માગણી  શબ્દો  જ પ્રેમ શબ્દો  જ વહેમ શબ્દો  જ  આકૃતિ  શબ્દો  જ  પ્રકૃતિ  શબ્દો  જ સુખ શબ્દો  જ દુ:ખ શબ્દો જ શબ્દોની હારમાળા  દીપાંજલી  શબ્દો માં જ સમાયા સપનાા મારા  દીપાબેન શિંપી 14/9/2016 (સ્વરચિત )

My message to all

Namskar,

I am Deepened shimpi
I am poetess .please visit my blog
It is very useful to all change your life
attitude,behaviour.Read my poems 
and enjoy it.I share my thought with you
I know it is best forbuild a powerful  people ,society & nation. It is provide inspriration to all of you. 
Deepanjali